ઘણા સમય થી મન મા ને મન મા ઘણા વિચારો ચાલતા હતા, જયારે,જ્યારે આવા કોઈ વિચારો આવે તો બસ કોઈ કાગળ લઈ ને લખી નાખતો, એક પછી એક એમ ઘણા કાગળો થઇ ગયા, કોઈ ખાતાચીઠ્ઠી ની પાછળ તો વળી કોઈ પરબીડિયા ઉપર. અને પછી રોજ રોજ લયસ્તરો, ટહુકો, શબ્દો છે શ્વાસ મારા જેવા blogs અને websites ના ચક્કર મારતા મારતા થયું, આવું જો મેં કર્યું હોય તો જરા મજા આવે વળી ક્યાં સુધી પેલા બધા કાગળ સાચવવા. અને એમાં પણ રીતેશ નો બ્લોગ જોઈ ને નક્કી જ કરી નાખ્યું, હવે કરો કંકુ ના.

આમ થયી એક નવી શરૂઆત,

જેટલા થોડા ઘણા લોકો, જે મને ખરેખર ઓળખવાનો દાવો કરે છે, જો એમને અમ ખબર પડે કે હું “લખવા” ના રવાડે ચડી ગયો છુ, તો મને દવાખાના (પાગલો ના હો વળી….) ભેગો કરે. કારણ કે, આજ સુધી મારા વ્યક્તિત્ત્વ ની આ બાજુ તો કોઈ દિવસ પ્રકાશ માજ નથી આવી, હંમેશા એક અંધારો, અજાણ્યો ખૂણો બની રહી. અને આ આંધારા ખૂણા ના વિચારો કદી રજૂઆત જ નહોતા પામ્યા.

અને આમ થયી એક નવી રજૂઆત

-ભાર્ગવ મારૂ

One Response to “નવી શરૂઆત અને નવી રજૂઆત”


  1. આજ સુધી મારા વ્યક્તિત્ત્વ ની આ બાજુ તો કોઈ દિવસ પ્રકાશ માજ નથી આવી, હંમેશા એક અંધારો, અજાણ્યો ખૂણો બની રહી.

    આ અંધારા ખૂણે દીવો કરી પોતની જાત સાથે ખૂણે પધારનારને પણ અજવાળી શકો એવી શુભેચ્છાઓ.

Leave a comment